વડોદરા: જાંબુવા લેન્ડફિલ સાઇટ પર છ મહિનાથી કામગીરી થઈ ઠપ્પ,કચરાના ઢગ ખડકાયા
વડોદરા : માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલી જાંબુવા લેન્ડ ફીલિંગ સાઇટ પર છેલ્લા છ મહિનાથી પ્રોસેસિંગ કામ બંધ પડ્યું છે.જેના કારણે કચરાનો ઢગલો દિવસેને દિવસે વધતો જ રહ્યો છે.જો રોજના 6000 થી 7000 ટન કચરાનું પ્રોસેસિંગ નહીં કરવામાં આવે, તો આવનાર 50 વર્ષમાં પણ આ સમસ્યા હલ નહીં થાય.નાગરિકોના આક્ષેપ મુજબ, માંજલપુર વિધાનસભા કચરાની પેટી બની ગઈ છે.જ્યાં વડોદરા શહેરના ચારેય ઝોનનો કચરો એકઠો થાય છે.આ અંગે જાગૃત નાગરિક દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી.