જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોએ પોતાના મોબાઈલ ફોન ગુમ થયા અંગેની પોલીસમાં જાણ કરી હતી, આવા 14 મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા છે, અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં 'તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને તેઓના મોબાઇલ ફોન પર આપ્યા છે. જે તમામ નાગરિકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.