ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં એસટી ડેપો ખાતે રૂ. 6.33 કરોડના ખર્ચે આધુનિક એસટી બસ વર્કશોપના નિર્માણનું ખાતમુહૂર્ત 26 ડિસેમ્બરે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું. 1364 ચોરસ મીટર વિસ્તારમાં બનનાર આ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું વર્કશોપ ગોધરા એસટી વિભાગનું પ્રથમ આધુનિક વર્કશોપ હશે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના સાત એસટી ડેપોને આવરી લેનાર આ વર્કશોપમાં એડમિન, ઇલેક્ટ્રિક, વર્કર રૂમ તથા મહિલાઓ માટે ખાસ સુવિધાઓ મળશે. વર્કશોપ શરૂ થ