કુંકાવાવ: વડિયા શહેરમાં એક અનોખો અને હ્રદયસ્પર્શી ગૌપ્રેમનો દાખલો સામે આવ્યો છે.
અહીંના ગૌપ્રેમી દંપતી સંજયભાઈ ઢોલરીયા અને તેમની પત્નીએ એક વાછરડાને પોતાના સંતાન સમાન હેતથી ઉછેરવાનું નક્કી કર્યું છે.આ દંપતીએ વાછરડાને પોતાના મકાનના રૂમમાં જ રાખીને તેની સંપૂર્ણ સંભાળ લેવાનું શરૂ કર્યું છે. દરરોજ તેને દૂધ પીવડાવવું, સાફ સફાઈ રાખવી અને તેની સાથે રમવું — આ બધું બંને પતિ-પત્ની પ્રેમપૂર્વક કરે છે...