ખેરાલુ: આદર્શ નિવાસી સ્કૂલ ખાતેથી યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત દ્વારા યુવા મહોત્સવની શરૂઆત
યુવા અને સાંસ્કૃતિ વિભાગ ગુજરાત દ્વારા આયોજીત યુવા મહોત્સવ 2025-26ની ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે શરૂઆત કરવામાં આવી છે. આ મહોત્હવમાં સ્કૂલના બાળકૉથી માંડી 12ના યુવાઓમાં રહેલી પ્રતિભાઓ તેમજ સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ,સ્કૂલના આચાર્ય,તા.પંના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.