વડનગર: વડનગર સિવિલમાં મેગા બ્લડ ડોનેશન,પીએમના જન્મદિનની ઉજવણી
વડનગર સિવિલ ખાતે પીએમ મોદીના જન્મ દિવસના એક દિવસ પહેલા ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું છે. વડનગર પોલીસના પીઆઈ. એચ.એલ જોશી તેમજ સ્ટાફ પણ જોડાયો હતો તો વડનગર શહેર તાલુકાના ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા હતા. સરકારી કર્મચારીઓ, નગરપાલિકાના સભ્યો સ્ટાફ, જીઆરડી જવાનો તેમજ વડનગર ખેરાલુના ભાજપના લોકો પણ જોડાયા હતા