વઘઇ: ડાંગના બીલબારી ખાતે આયોજીત "નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ" માં ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ઉપસ્થિત રહ્યા
ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા ગારખડી જિલ્લા પંચાયત સીટ ના બીલબારી ખાતે આયોજીત "નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ" માં ડાંગ ધારાસભ્ય વિજય પટેલ કાર્યકર્તાઓ સાથે હર્ષભેર નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.આ અવસરે સૌને સ્વદેશી ઉત્પાદનોના વપરાશનો સંકલ્પ અપનાવી આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ ના "આત્મનિર્ભર ભારત" ના સ્વપ્નને સાકાર કરવાની અપીલ કરી.