આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ સાંજે 7 કલાક આસપાસ વિરોધ પ્રદર્શન કરાયો.બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની જેહાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાના વિરોધરૂપે ઝાલોદ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા જેહાદી તત્વો સામે ભારે નારેબાજી કરવામાં આવી હતી તેમજ ઘટનાના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું.