રાજકોટ પૂર્વ: એજી ચોકમાં હોટલ સંચાલક પર હુમલો કરી તોડફોડ કરનારા ત્રણ આરોપી દબોચાયા
કાલાવડ રોડ પર એજી ચોકમાં આવેલી આશાપુરા હોટલના માલિક પર હુમલો કરી હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાયોટીંગનો ગુનો નોંધાયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાયોટિંગના આ ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસના હવાલે કર્યા હતા.આ ગુનામાં વધુ પાંચ આરોપીઓના નામ ખુલ્યા હોય જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.