રાજકોટ પૂર્વ: શહેરના પોપટ પરા સ્મશાન ગૃહ નજીક બોલેરો કાર ચાલકે અકસ્માત સર્જી ફરાર
રાજકોટ શહેરમાં વાહન ચાલકોની બેફામ ગતિ અને બેદરકારીના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટનામાં, શહેરના પોપટ પરા સ્મશાન ગૃહ નજીક નશાની હાલતમાં બોલેરો કાર ચલાવી રહેલા એક શખ્સે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બોલેરો કારના ચાલકે પૂરપાટ ઝડપે અને બેફામ રીતે વાહન ચલાવીને બાઇકને ટક્કર મારી હતી.