ઉધના: સુરતના ઉધનામાં ભાજપ કાર્યાલય પર લાફાવાળીમાં કાર્યકર્તાનો ખુલાસો જ નહીં આવ્યો
Udhna, Surat | Oct 13, 2025 સુરત ભાજપના ઉધના કાર્યાલય પર થયેલા લાફાવાળી પ્રકરણમાં ખજાનચી શૈલેષ જરીવાલાએ ખુલાસો રજૂ કર્યો હતો. જ્યારે કાર્યકર્તા દિનેશ સાવલિયાને ખુલાસો કરવાની ફુરસદ ન હોય અનેક પ્રશ્નો ઊભા થયા છે. દિનેશ સાવલિયાના ખુલાસા પર મીટ માંડવામાં આવી રહી છે. દિનેશના ખુલાસાને આધારે શહેર પ્રમુખ દ્વારા કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. નોંધનીય છે કે, ભાજપ કાર્યાલય પર ચા-નાસ્તાની બાબતે થયેલી રકઝક બાદ શૈલેષ જરીવાલા અને વરાછાના દિનેશ સાવલિયા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.