અડાજણ: સુરતના ભેસ્તાનમાં બાંધકામના યુવાન કોન્ટ્રાક્ટરનું રાત્રે ઊંઘમાં જ મૃત્યુ
Adajan, Surat | Sep 22, 2025 સુરતના ભેસ્તાન ખાતે રહેતા ૩૧ વર્ષીય બાંધકામ કોન્ટ્રાક્ટ ઘરે રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા નહતા. યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે.મૂળ મહારાષ્ટ્ર જલગાવના વતની અને હાલ ભેસ્તાન સંગમ ચોકડી નજીક ફ્લેટમાં ૩૧ વર્ષીય કૈલાશ પાંડુરંગ સપકાલે રહેતો હતો અને બાંધકામ કોન્ટ્રાક્ટ તરીકે કામ કરી પત્ની સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. કૈલાસની પત્ની પિતાની તબિયત ખરાબ હોવાથી પિયરમાં ગઈ હતી. ગઈકાલે રાત્રે કૈલાશ ઘરે સુતા બાદ સવારે ઉઠ્યો નહતો.