નવસારી: નવસારી અને જલાલપોરના એક હજાર કુટુંબોને 3 હજાર ફળાઉ રોપાનું વિતરણ
મછાડ ગામના યુએસ સ્થિત તારાબેન અમરતભાઇ પટેલ દ્વારા તેમના માતાના સ્મરણાર્થે રૂ. 1.15 લાખના દાનથી નવસારી અને જલાલપોરના એક હજાર કુટુંબોને નાળિયેરી, જામફળ, ફણસ અને જાંબુ જેવા ફળાઉ રોપાનું વિતરણ કરાયું હતું.