ખેરગામ: જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ખેરગામ ખાતે જનજાતિય ગૌરવ રથનુ ભવ્ય સ્વાગત
દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવરથ પહોંચનાર છે. જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ગતરોજ વલસાડથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલ આવી પહોચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું