ઝઘડિયા: ઉમલ્લા નજીક પાણેથા ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.
પાણેથા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા,તે દરમિયાન બાતમી મળેલ કે પાણેથા ગામના ચાર રસ્તાવાળા ફળિયામાં એક ઝાડ નીચે ખુલ્લામાં બેસીને કેટલાક ઇસમો રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસની રેઇડ જોઇને જુગાર રમતા ઇસમો ભાગવા લાગ્યા હતા,આ દરમિયાન એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.