સંજેલી: વીજળી પડતા પશુમરણના કિસ્સામાં પશુપાલકોને સહાય સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતેથી આપવામાં આવી
Sanjeli, Dahod | Nov 10, 2025 આજે તારીખ 10/11/2025 સોમવારના રોજ બપોરે 3 કલાકે સહાય વિતરણ કરાઈ.સંજેલી તાલુકામાં ભારે વરસાદ સાથે પડેલ વીજળીના બનાવમાં પશુમરણની ઘટનામાં પશુપાલકોને સહાય અપાઈ.પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી તાલુકામાં બાતલા દિવસોમાં ભારે વરસાદ સાથે વીજળી પણ પડવાની ઘટનાઓ બની હતી જેમાં સંજેલી તાલુકાના ચમારીયા તેમજ ઢેડીયા ગામમાં વીજળી પડવાની ઘટનામાં બે પશુઓના મોતની ઘટના બની હતી ત્યારે તંત્ર તરફથી વીજળી પડવાની ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.