આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ તથા જિલ્લાના સમસ્ત કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે દેવગઢ બારીયા ખાતે ભગવાન માંધાતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા તેમજ સંમેલન યોજાઈ સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં તરબોળ બન્યો હતો.આ કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો, જેમાં દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.