વડાલી: મેધ અને કરૂંડા ગામની સીમમાંથી અજગરનું સફળ રેસ્ક્યુ કરાયું.
વડાલી તાલુકાના મેઘ અને કરૂંડા ના ગૌચરમાં આજે એક વાગ્યા ના સુમારે અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારે આ અજગર એ ગૌચરમાં સસલા નો પણ શિકાર કર્યો હતો. આ અંગે સ્થાનિક લોકોએ સર્પ મિત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારે સર્પ મિત્ર જયંતીભાઈ એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં ભારે જહેમત બાદ જયંતીભાઈ એ 8 થી 10 ફૂટ લાંબા અજગર ને પકડી પાડ્યો હતો અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.