દિવાળી તહેવારને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે નં. 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. શનિવારે સુરતથી સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતા વાહનોના થપ્પા લાગતા આજવા ચોકડીથી દુમાડ ચોકડી સુધીનો માર્ગ ચિક્કાર ભરાઈ ગયો હતો. તહેવાર ઉજવવા જતા લોકો લાંબા સમય સુધી અટવાયા હતા. આ સ્થિતિ વચ્ચે હાઈવે ઓથોરિટીની બેદરકારી બહાર આવી હતી, કારણ કે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.