જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ દાંતામાં ૧૦.૫ ઇંચ જ્યારે પાલનપુરમાં ૦૫ વરસાદ ખાબક્યો
Palanpur City, Banas Kantha | Jun 23, 2025
હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લામાં સૌથી વધુ દાંતા તાલુકામાં સાડા દશ ઇંચ વરસાદ, પાલનપુરમાં પાંચ ઇંચ તેમજ દિયોદરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. તો અમીરગઢમાં 83 મીમી, દાંતીવાડામાં 74 મીમી, વડગામમાં 59 મીમી, કાંકરેજમાં 52 મીમી જ્યારે વાવ, ધાનેરા, થરાદ, ડીસા, ભાભર, લાખણી તેમજ સુઈગામમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.