માણાવદર તાલુકાના બાંટવા ગામે સ્વચ્છતા અભિયાન–૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ બાંટવા નગરપાલિકા દ્વારા રહેણાંક તેમજ વાણિજ્ય વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ વહેલી સવારથી શહેરના મુખ્ય માર્ગો, ગલીઓ, બજાર વિસ્તાર અને દુકાનોની આસપાસ સફાઈ કરી હતી. આ દરમિયાન એકત્રિત કરાયેલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ટ્રેક્ટર, કચરાવાહક વાહનો સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.