વલસાડ અને ડાંગ ના અધિકારીઓ દ્વારા દસ્તાવેજ ની નોંધણી દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી સુપર બિલ્ટ અપ તરીકે ગણવાની ફરજ પાડતા જિલ્લા વકીલ મંડળના સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મંડળના સભ્યોએ જિલ્લા કલેકટર કચેરી બહાર પ્રતિક ઘરના અને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.જે રજૂઆત ને સાંભળી કલેકટર દ્વારા અગાઉની જેમ જ સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજની નોંધણી થશે તેવી વાત જણાવી હતી.મોટી રાહત અનુભવી હતી.