આખોલ નજીક લોખંડની પાઇપ સાથે પીકઅપ ડાલાનો ચાલક ઝડપાયો.....!
Deesa City, Banas Kantha | Nov 10, 2025
ડીસા રૂરલ પોલીસે આખોલ મોટી આરટીઓ સર્કલ પર વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સને લોખંડની પાઈપ સાથે ધાનેરા તરફથી આવતા પીકઅપ ડાલાને અટકાવી તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે આશરે પોણા ત્રણ ફૂટ લંબાઈની લોખંડની પાઈપ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં ડ્રાઈવર પ્રવિણજી પારજીજી ઠાકોર પાઇપ રાખવાના મામલે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડાયેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે....