સુરત ડાયમંડ વર્કર યુનિયન ના નેજા હેઠળ એક હજાર જેટલા રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં rti કરી છે.રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાય પેકેજ રત્ન કલાકારોના બાળકો માટે જાહેર કરવામાં આવ્યું હતું.જે અન્વયે 74 હજાર ફોર્મ માત્ર સુરતથી ભરવામાં આવ્યા છે.પરંતુ 26 હજાર જેટલા ફોર્મ કોઈક કારણોસર નામંજૂર કરવામાં આવ્યા હતા.જે.ફોર્મ ક્યાં કારણોસર નામંજૂર કર્યા તેની માહિતી મેળવવા એક હજાર રત્ન કલાકારોએ ફોર્મ ભરી માહિતી માંગી છે.