ઉધના: સુરતના ઉધનામાં બાંધકામ સાઈટ પર ચોથા માળેથી ઈંટ પડતાં શ્રમિક મહિલાનું મોત
Udhna, Surat | Oct 8, 2025 સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઈટ પર ગંભીર અકસ્માત થયો છે, જેમાં ચોથા માળેથી ઈંટ પડવાથી એક શ્રમિક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં બની છે.મૃતક મહિલાનું નામ નિરમા મુન્ના ડામોર છે અને તેઓ બાંધકામ સાઈટ પર મજૂરીનું કામ કરી રહ્યાં હતાં. કામકાજ દરમિયાન, અચાનક ચોથા માળેથી તેમના માથા પર ઈંટ પડતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.