ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાન ધરાવતા લોકો ની પડતર માંગણીઓને લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન સંચાલકો ની પડતર માંગને લઈને સરકારને રજૂઆત કરવા ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન ચલાવતા વેપારી ઓ દ્વારા ઝઘડિયા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.. પડતર પ્રશ્નો અંગે ઝઘડિયા તાલુકામાં વ્યાજબી ભાવની દુકાનો 1 નવેમ્બરથી અનાજ વિતરણ નહીં કરવા માટે જિલ્લા પુરવઠા વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.