વડનગર: છાબલીયા ગામે આત્મનિર્ભર ભારત સ્નેહ મિલન યોજાયું
વડનગરના છાબલીયા ગામે આત્મનિર્ભર ભારત સ્નેહ મિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા સાંસદ હરીભાઈ પટેલ,ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,ઉંઝા ધારાસભ્ય કેકે પટેલનું ઘોડા પર બેસાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરીભાઈ પટેલ અને સરદારભાઈ ચૌધરીએ આત્મનિર્ભર ભારત પર વાત કરી સંબોધન કર્યું હતું. બીજેપી આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.