ઝાલોદ: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત PHC લીલવાઠાકોર ખાતે આરોગ્ય કેમ્પનું કરાયું આયોજન
Jhalod, Dahod | Sep 27, 2025 આજે તારીખ 27/09/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૮૯ સગર્ભા માતાઓ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. તથા કેમ્પ દરમિયાન ૮૭ ANC ને ચેકઅપ અને આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી અને ૧૮ જેટલા આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા તથા કાર્ડ ની પ્રિન્ટ આપવામાં આવી , તથા ૭ PM-JAY ના claim કરવામાં આવ્યા હતા.