ભાભર-વાવ રોડ પર બાઈક અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ દુર્ઘટનામાં બાઈકચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘાયલ યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વાવ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકની ઓળખ માટે તેના ફોટા વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યા હતા, જેથી તેના પરિવારજનો સુધી માહિતી પહોંચી શકે