વાપી: વાપીની ક્રિએટિવ કંપનીમાં આગથી દોડધામ
Vapi, Valsad | Oct 30, 2025 વાપી જીઆઇડીસીની ક્રિએટિવ કંપનીમાં બુધવારે સાંજે અચાનક આગ ફાટી નીકળતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. જેની જાણ ફાયર વિભાગને થતા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. કંપનીમાં આ વર્ષે આગની આ બીજી ઘટના છે.