ઉમરગામ: સુરત રેન્જ આઈજીની સાઇબર ક્રાઈમ ટીમે ભીલાડની હોટલમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું
સુરત રેન્જ આઈજીની સાઇબર ક્રાઈમ ટીમે ભીલાડની એક હોટલમાં ચાલતું બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પુરાવા મળ્યા હતા. પોલીસે કુલ ૧૨ શખ્સોને કસ્ટડીમાં લીધા છે, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.