કપરાડા: કપરાડા-નાનાપોંઢામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
Kaprada, Valsad | Oct 28, 2025 કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક રીતે મોટો આંચકો આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા અણધાર્યા વરસાદના કારણે ડાંગર, તુવેર, નાગલી, કઠોળ, શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડી ગયો છે, જેના કારણે ખેડૂતો માથે હાથ ધરી બેઠા છે.