રાજકોટ પૂર્વ: રાજકોટ: વોર્ડ નં.11માં બાલાજી હોલ પાસે ખરાબ રોડ-રસ્તાને લઈને રહેવાસીઓએ રોડ ચક્કાજામ કર્યો
રાજકોટ શહેરમાં ખાડા અને તુટેલા રોડ રસ્તા મુદ્દે વોર્ડ વાઈઝ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ચોમાસુ પુરૂ થઈ ગયું અને છેલ્લા ઘણા સમયથી ઉઘાડ નીકળ્યો છે છતાં રસ્તાઓ રીપેર ન થતાં આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ વોર્ડ નં.11માં બાલાજી હોલ પાસે ખરાબ રોડ-રસ્તાને લઈને રહેવાસીઓએ રોડ ચક્કાજામ કરી તંત્રને હવે તો વિસાવદરવાળી કરવી પડશે. તેવી ધમકી આપતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.