આશા વર્કર અને આશા ફેસીલેટર બહેનોએ ટેકોની કામગીરીનો વિરોધ કરી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
Patan City, Patan | Sep 17, 2025
પાટણ જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને મહિલા સશક્તિકરણના દિવસ તરીકે ઉજવવાની સાથે આશા વર્કરોની માંગણીઓ સ્વીકારવા વિનંતી કરી છે.આશા વર્કર બહેનોએ ઓનલાઈન ટેકો કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. તેમની પાસે સારી ક્વોલિટીના મોબાઈલ નથી. લાભાર્થીનો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ ગુમાવવું પડે છે.