કેશોદ શહેરમાં સેન્ટ્રલ જીએસટી ટીમના દરોડા.શહેરની જુદી જુદી પેઢીઓમાં જીએસટી ટીમના દરોડા.કેશોદ શહેરમાં પાનના ગલ્લા અને કરિયાણાને લગતાં હોલસેલ વેપારી પેઢીઓ પર બહારના રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોકમેળને લઈ તપાસ હાથ ધરાઇ.આ અંગે અધિકારી સાથે સંપર્ક કરતાં તેમણે સોપારીના સ્ટોકનું વેરીફિકેશન કરવામાં આવતું હોવાનું જણાવ્યું.જો કે દિવસ દરમ્યાન સેન્ટ્રલ જીએસટી ટીમે શહેરમાં અનેક સ્થળોએ સોપારીનું હોલસેલ વેચાણ કરતાં વેપારીઓને ત્યાં કાર્યવાહી ચાલું રાખી હતી.