નવસારી: નવસારીના હિતેશ રાજપુતે CA માં પ્રથમ રેન્ક મેળવ્યો
બનાસકાંઠાના ધાનેરાના મૂળ વતની અને હાલ નવસારીમાં રહેતા હિતેશ રાજપૂતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઇનલની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરીને નવસારી જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતા હિતેશની આ સિદ્ધિથી તેના માતા-પિતા ગૌરવ અનુભવી રહ્યા છે. તેના પિતા ઉત્તમ સિંહ રાજપૂત એપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત છે, જ્યારે માતા હંસાબેન સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે.