વડાલી: શહેરની નગરપાલિકા આગળ પાણી બાબતે મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.
વડાલી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા સાત આઠ દિવસ થી પાણી ન આવતા આજે 11 થી 1 વાગ્યા સુધી શહેર ના વિવિધ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો નગરપાલિકા ખાતે આવી રસ્તો બ્લોક કર્યો.નગરપાલિકા માં રહેલા પાણી માટે ના વોટર જગ રસ્તા પર ફેંકી પાણી બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો.હાઇવે રોડ બંધ થતાં પોલીસ પણ દોડી આવી હતી.