પી.જી.વી.સી.એલ દ્વારા જણાવાયું છે કે સાવરકુંડલા 66 કે.વી. સબ-સ્ટેશનમાં રિપેરિંગ કામને કારણે આવતીકાલે 13 નવેમ્બર, ગુરુવારે સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ દરમિયાન જેસર રોડ, વિજયનગર રોડ, સાવર સ્મશાન રોડ, શિવાજીનગર, ભુવા રોડ, મહુવા રોડ, નેસડી રોડ અને દેવળા ગેટ વિસ્તારોમાં વીજળી ઉપલબ્ધ રહેશે નહીં. નાગરિકોને વિનંતી છે કે જરૂરી તૈયારીઓ પહેલેથી કરી લેવી.