આરોગ્ય વિભાગના અવિરત પ્રયત્નોનુ પરિણામ જાળીલા અને નાના ઝીંઝાવદરના આયુષ્યમાન આરોગ્ય મંદિરે પ્રાપ્ત કરી આગવી સિદ્ધિ
Botad City, Botad | Sep 16, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર-જાળીલાના તાબા હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિર-જાળીલા તેમજ પ્રા.આ.કેન્દ્ર ખોપાળાના તાબા હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિર-નાના ઝીંઝાવદર એ ગુણવત્તાયુક્ત સેવાઓની બાબતમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આપવામાં આવતી સેવાઓનું રાષ્ટ્રીય કક્ષાના એસેસર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર-જાળીલા ૮૭ ટકા તેમજ 86 ટકા સિદ્ધિ મેળવી હતી