અમદાવાદ શહેર: AMC માં નોકરીના નામે ઠગાઈ કરવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ ACP ભરત પટેલે ખુલાસા કર્યા
અમદાવાદમાં AMC ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી આપવાના બહાને ઠગાઈ આચરવામાં આવી છે. ઠગ દંપતીએ 4થી વધુ લોકો પાસેથી 55. 38 લાખ પડાવી લીધા હતા. કોર્પોરેશનમાં નોકરી ન કરતા હોવા છતાં દંપતી કોર્પોરેશનના કર્મચારી હોવાનું જણાવ્યું હતું. અમીષાબેન રામી તથા ધર્મેન્દ્ર વિઠલાપરા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ACP ભરત પટેલે ખુલાસા કર્યા હતા.