શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઉધના સ્થિત હરિનગર ત્રણ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.મજુરા અને ચોર્યાસી વિધાનસભાના બિહારવાસીઓ જોડે તેઓએ સંવાદ કર્યો હતો. છઠ્ઠી નવેમ્બરના રોજ બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે.જેમાં nda ની સરકાર બને તે માટે ભારતીય જનતા પાર્ટીને મત કરવા માટેની હાંકલ તેઓએ કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં બિહારવાસીઓ અને અગ્રણી ઓ હાજર રહ્યા હતા.