ગુરુવારે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો.વાયરલ વિડિયો નવી સિવિલ હોસ્પીટલનો હતો.જેમાં ઉધનાના રહેવાસી 55 વર્ષીય આધેડ ને પરિવારજનો સારવાર અર્થે લઈ આવ્યા હતા.કલાકો વીત્યા બાદ પણ સારવાર ન મળતા પરિવારજનો ખભા પર ઉચકી આધેડને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે લઈ રવાના થઇ ગયા હતા.જે વીડિયોમાં પરિવારે નવી સિવિલના રેઢિયાળ કારભાર સામે આક્ષેપ કર્યા હતા.જે અંગે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ શુક્રવારે ભાજપ શાસન સામે કટાક્ષ કર્યો હતો.આ ઘટનાને કરુણાવિહીન ગણાવી.