ગણદેવી: ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલે કછોલી ખાતે શ્રી સદગુરુ સોમા બાપાના સમાધિ સ્થળે ભજન સત્સંગમાં આપી હાજરી
ગણદેવી તાલુકાના કછોલી ગામે આવેલ શ્રી સદગુરુ સોમા બાપાના સમાધિ સ્થાને ગતરાત્રીએ યોજાયેલા ભજન સત્સંગ કાર્યક્રમમાં ધારાસભ્ય તથા મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરી વચ્ચે તેમણે બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી આદિવાસી સમાજને વ્યસનમુક્તિ અને સન્માર્ગ તરફ દોરી જનાર સોમા બાપાના અધ્યાત્મિક કાર્યને વંદન કર્યું.