દિવાળીના તહેવારો દરમ્યાન ખેરાલુ બસ ડેપો દ્વારા વધારાની 220 ટ્રીપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં 9 લાખ 2હજાર 955 રૂપિયાની આવક નોંધાય છે. અમદાવાદ વડોદરા સુરત લુણ્વાડા દાહોદ ઝાલોદ જેવા રૂટ પર બસો દોડાવાતા માતબર રકમની આવક નોંધાય છે. ખેરાલુ ડેપોની વધારાની બસોમાં 12287 જેટલા મુસાફરોએ અવર જવર કરી સોવાનું જાણવા મળી રહ્યું છે.