સોસિયલ મીડિયા ફેસબુક પરથી પરિચયમાં આવેલી મહિલાએ ગોલ્ડ માઈનિંગ માં ઈન્વેસ્ટ કરવાના નામે રૂ.69.76 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી.કંબોડિયા ની ચાઈનીઝ ગેંગ માટે કામ કરી ચૂકેલી મહિલા સહિત બે આરોપીઓએ લાખો પડાવી લીધા હતા.ભોગ બનનારની ફરિયાદના પગલે બેંક એકાઉન્ટ ની તપાસ સાયબર ક્રાઈમ શેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.જ્યાં હૈદરાબાદ અને નાગપુરથી શ્રદ્ધા ગઝભીયે અને તેના ભાઈ નિલકાંત ગઝભીએ ની ધરપકડ કરવામાં આવી હતી.જે અંગે વધુ તપાસ સાયબર ક્રાઈમ શેલ દ્વારા હાથ ધરી છે.