રાજકોટ દક્ષિણ: શહેરના જૂના એરપોર્ટ વિસ્તારમાં આજે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી
શહેરના જૂના એરપોર્ટ વિસ્તારમાં આજે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગની જ્વાળાઓ દૂરથી પણ જોઈ શકાતી હતી, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ધોરણે ચાર જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે જવા માટે રવાના કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.