ઇણાજ જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લામા સ્વચ્છતા અભિયાન નો શુભારંભ કરાવતા જીલ્લા કલેક્ટર, જીલ્લા પંચાયત પ્રમુખ
Veraval City, Gir Somnath | Sep 17, 2025
જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ શ્રમદાન કરી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ ઇણાજ કચેરીએ કરાવ્યો.જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ સમાજના સામાન્ય નાગરિક બની સાવરણાં દ્વારા સફાઈ કરી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યુ.સમગ્ર રાજ્યભરની સાથે આજે ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવની શરૂઆત થઈ છે.