મૂળી તાલુકાના લીમલી પા વિસ્તારમાં રવિવારે સાંજે કાર પાર્કિંગના સામાન્ય મુદ્દે ગંભીર ઘટના બની હતી. બોલાચાલી બાદ જિલ્લા પંચાયત સદસ્યના પુત્ર અને યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ફાયરિંગમાં સત્યજીતસિંહ પરમારને પગમાં ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.