મંગળવારે સુમુલ ડેરીના પશુપાલકો અને સભાસદો મોટી સંખ્યામાં સુમુલ ડેરીએ પહોંચ્યા હતા.સુમુલ ની ચૂંટણીનો મુદ્દો હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.જે ચૂંટણીના વિલંબ માટે પશુપાલકોએ md ને જવાબદાર ગણાવ્યા હતા.પશુપાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે,md દ્વારા ચૂંટણી હાલ નહી થાય તે માટે મંડળીઓ દ્વારા હાઇકોર્ટમાં કરેલ પીટીશન સામે કેસ કરાયો છે.જે કેસ પરત લઈ ચૂંટણી કરવામાં આવે તેવી માંગ છે.ચૂંટણી વિલંબના કારણે પશુપાલકોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે.