ગોડાદરા વિસ્તારમાં લાગેલી ભીષણ આગ પર ભાર વિભાગના મોટા કાફલા દ્વારા ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો. બુધવારની સમી સાંજે લાગેલી આગની ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમ પરિસ્થિતિને જોતા મેજર કોલ જાહેર કર્યો હતો. 20 થી વધુ ગાડીઓ સહિતના કાફલા દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. બે કલાકની જહેમત બાદ ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના ટળી હતી.